About Us
| Company Name |
: Indraraj Sindhav ના જય શ્રી કૃષ્ણ |
Sindhav Indrarajsinh (VVM):
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: , ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:
કોરોનાની મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં તા. 16/03/2020 થી શિક્ષણ વિભાગની સૂચનાથી ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓનું નિયમિત રીતે શાળાની જેમ જ લાઈવ ઓનલાઈન શિક્ષણ અને જે દિવસથી સરકારશ્રી ની સૂચના મળેલ તે દિવસ થી ઓફલાઇન રૂબરૂ શિક્ષણ આપ્યું હતું. આ વિકટ પરિસ્થિતી માં પણ શાળા મંદિર ને ટકાવી રાખવા માટે દરેક વાલી, બાળકો અને સમાજના દરેક પરિવાર તન , મન અને ધન થી સહકાર મળ્યો તેના ના અમે કાયમી ઋણી છીએ. વિનાયક વિદ્યા મંદિરની 06/06/2015 થી સ્થાપના થઈ ત્યારથી આપ સૌ જાણો છો. કે ગ્રામ્ય લેવલે ખૂબ સુંદર મઝાનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. શાળાની વિશેષતાઓ પણ ઘણી છે. શાળાનું દરરોજનું અને આખા વર્ષનું આયોજન મુજબ દરેક કાર્ય સમયસર થાય છે. તો અમે શાળાના કર્મચારીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ અમારા ગામની શાળા વિષે ટૂકમાં લખી રહ્યા છીએ. તો ચાલો જોઈએ.
સ્કૂલની વિશેષતાઓ :
• જ્યાં પ્રેક્ટિકલ અને અનુભૂતિ સાથે વૈદિક અને મનોવૈજ્ઞાનિક રીતે 7 ચક્ર સંતુલન, બ્રેઇન ડેવેલપમેન્ટ એક્ટિવિટી, PQ, IQ, EQ, SQ, સર્વાંગી વિકાસ અને પ્રેમ+સ્કીલ+ધીરજ સાથે સાચી કેળવણી શિક્ષણ આપવામાં આવે છે.
• જેના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર અને સ્વભાવે શિક્ષણનો જીવ હોય તેવા ઉતમ ટ્રસ્ટીશ્રી/ સંચાલકશ્રી ઇન્દ્રરાજસાહેબ અને માધુરી મેડમ
• બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ ના અલગ અલગ આચાર્યશ્રી
• દરેક વિષયના લાયકાત વાળા શિક્ષકો-ગુરૂજનો અને સંસ્થા દ્વારા ફેકલેટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ
• કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, મેદાન, દરેક કલાસ ખુલ્લી હવા ઉજાશવાળા અને પ્રોજેક્ટર તેમજ બાયસેગ, વાહન સુવિધા
• ટ્રસ્ટ દ્વારા તથા આર ટી ઇ જેવી સરકારી સહાય દ્વારા આર્થિક રીતે નબળા કુટુંબને સપોર્ટ જેથી દરેક ઘરના બાળકો ઉતમ શિક્ષણ મેળવી શકે.
• સવારે 8 થી સાંજના 4 ફૂલ ડે સ્કૂલ અને એકસ્ટ્રા ટ્યુશન કલાસની વ્યવસ્થા શાળામાં જ
• દરરોજ અલગ અલગ સામર્થ્ય દ્વારા પ્રાર્થના અને પ્રેરણાત્મક પ્રવચનો, સંગીત કળા, નૃત્યકળા તથા જનરલ નોલેજ દ્વારા સર્વાંગી વિકાસ
• ભારતીય સંસ્કૃતિઓનું જ્ઞાન મળે તે માટે ઉજવણીઓ
• ગુજરાત બોર્ડની તૈયારીની સાથો સાથ સ્પર્ધાત્મક પરીક્ષા માટે શ્રેષ્ઠ શિક્ષકોની ટિમ
• નવી શિક્ષણ નીતિ મુજબ શૈક્ષણિક કાર્ય
• શારીરિક વિકાસ માટે દરરોજ કસરત અને અન્ય સ્પોર્ટ અને સ્કિલ એક્ટિવિટી
• ભાવાત્મક વિકાસ માટે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, સમાજવિદ્યા જેવા વિષયોનું સ્વભાવે શિક્ષક હોય તેના દ્વારા ઉતમ શિક્ષણ
• બુદ્ધિ વિકાસ માટે ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર જેવા વિષયોનું સ્વભાવે શિક્ષક હોય તેના દ્વારા ઉતમ શિક્ષણ
• રેગ્યુલર સ્કૂલ ટાઈમ સવારે 8 થી 12.30
• શાળાના શિક્ષણ કાર્ય સિવાય અલગ થી ટ્યુશન કલાસ માટે ડે સ્કૂલ ટાઈમ સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી
• વિદ્યાર્થિઑની મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ જેવી પરીક્ષાઓ
• દરેક બાળકોના પ્રગતિનો અરીસો બતાવવા માટે સમયાંતરે રૂબરૂ, ટેક્નોલૉજી દ્વારા અથવા વાલી મિટિંગ દ્વારા વાલી સંપર્ક
• અમારા સૌ માટે અમારી શાળા અમારું મંદિર છે.
• ગુરુ શિષ્ય એકબીજા પ્રત્યે આદર ભાવ.
• પ્રાર્થના દ્વારા સંસ્કારોનું સિંચન
• વર્ગમાં ગુરૂજનો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ
• ગુજરાતી ભાષાની સાથે અન્ય ભાષાનું પણ શિક્ષણ અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત વગરે
• અમારા ગુરૂજનો દ્વારા મનોવૈજ્ઞાનિક પધ્ધતિ અને ટીચિંગ મેથડ LSRWT મુજબ વિદ્યાર્થી ઘડતર
• દરરોજ નું ટાઈમ ટુ ટાઈમ આયોજન અને અમલીકરણ
• પ્રોજેકટ બેઝ્ડ અને પ્રેક્ટિકલ દ્વારા અમને બધુ યાદ રહી જાય છે.
• દરેક બાળકનું વ્યક્તિગત ઘડતર કરવામાં આવે છે. અને જે બાળકને જેમાં રસ અને રુચિ હોય તેમાં જ આગળ વધારવામાં આવે છે.
• અમને 24 કલાક શાળાએ રહેવું ખૂબ ગમે છે. અને અમને રવિવારે અને વેકેશનમાં પણ શાળાએ આવવું ગમે છે.
• શિક્ષક માતા પિતાનું એક્સટેન્શન
• યુવાનોને રોજગારી અને સારી સેલરી સાથે દર મહિને પગાર આપવામાં આવે છે.
• શાળમાં જોબ કરવામાં ખૂબ મજા આવે છે.
• સમાજના દરેક કુટુંબ ને વિનંતી કે શાળા વિષે ખૂબ નેગેટિવ સાંભળવા મળ્યું હોય તો અમારી એવિ વિનંતી કે આવા નેગેટિવ લોકો થી સાવધ રહો. અને શાળાની રૂબરૂ મુલાકાત લઈને સાચું જાણો. પરંતુ અહિયાં શાળા શરૂ થઈ ત્યારથી ઘણા સ્ટાફ જોબ કરે છે અને હાલમાં તમામ સ્ટાફ સાથે જે પોજીટીવ વાતાવરણ મળે છે. સેલ્ફ વિકાસ થાય છે. અને અમે પણ ઘરે જઈને ખૂબ આનંદિત થઈએ છીએ. માટે સાચા અર્થમાં આ શાળાની સાથે સાથે એક વિનાયક સ્કૂલ એક મંદિર છે.
• શાળામાં સ્ટાફ ભરતી પ્રક્રિયા તદન અલગ છે. અને એ પ્રક્રિયા 100% બાળકો ના વિકાસ માટે જ કરવામાં આવે છે.
• શાળાના નીતિ નિયમો પણ સારા છે જેનાથી અમારા વિદ્યાર્થીની સાથે સાથે અમારું જીવન પણ સારું બને છે.ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પણ સમયાંતરે શાળા મુલાકાત કરે છે.
• શાળાના તમામ કર્મચારીઓ એકબીજા સાથે પરિવાર ની જેમ એક ટિમ થઈને કામ કરે છે.
• અમારી શાળામાં ઈન્દ્રરાજ સાહેબ નું માઇક્રો મેનેજમેંટ અને એડ્વાન્સ આયોજન ખૂબ જોરદાર છે.
• વિનાયકમાં એક વાર એડમિશન લીધા પછી બાળકોને શાળામાં ગુરુ પ્રેમ અને માતા પિતા જેવો પ્રેમ મળે છે.
• જેટલી ફી લેવામાં આવે છે તેના કરતાં વધુ અમારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.. કારણ કે ફી માત્ર સંસ્થાના આર્થિક ખર્ચને પહોચી વળવા માટે લેવામાં આવે છે. અમે ફી ઉપરાંત પણ તન, મન અને ધન થી મદદરૂપ થઈએ છીએ. જ્યારે ગુરુનું મૂલ્ય ચૂકવી શકાય જ નહીં.
• બાળકના ઘડતરમાં ક્યાં પાસાઓને કેટલું મહત્વ અપાવું જોઈએ એનો સુંદર આયોજન વિનાયક વિદ્યા મંદિર માં મળે છે.
• દરેક સમાજના અને દરેક પરિવારે વિનાયક વિદ્યા મંદિરની મુલાકાત લેવી જોઈએ અને શાળા વિષે વિગતવાર અમને અને અમારા બાળકોને પણ પૂછી શકો છો.
શાળા માંથી અભ્યાસ કરીને હાલ બાલાચડી સૈનિક સ્કૂલ માં અભ્યાસ કરતા આદર્શ વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ ભાવેશભાઈ ચુડાસમા, યુગ વિશાલભાઈ વન્ડ્રા(ભુતપૂર્વ વિદ્યાર્થી)
શાળા માંથી અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલય માં અભ્યાસ કરતા આદર્શ વિદ્યાર્થીઓએ ગોસાઈ ગણેશગીરી રાજેશગીરી, બોરડ યુગ અરવિંદભાઇ, જોટવા દેવાંશી કિરીટભાઇ, બાલાપરિયા મુસ્કાન મુનાફભાઇ(ભુતપૂર્વ વિદ્યાર્થી), અકબરી નમન કલ્પેશભાઇ, અકબરી નિધિ કલ્પેશભાઇ
જેની શરૂઆત સંગીતના સાત સૂરને સાથે લઈ ધ્યાન અને પ્રાર્થનાથી થાય છે.
શિસ્તનો સમન્વય ને સંસ્કારનો બાગ વિનાયક વિદ્યા મંદિર છે શિક્ષણનો શણગાર
વ્હાલ સભરને પ્રેમાણ પિતૃપ્રેમ અર્પણ કરી જાણતા ટ્રસ્ટીશ્રી ઈન્દ્રરાજ સાહેબ તથા સમગ્ર ટિમ
માતૃપ્રેમ અર્પણ કરી જાણતા આચાર્યશ્રી માધુરી મેડમ, હરેશ સાહેબ તથા અશ્વિન સાહેબ
શિક્ષણ જગતની સેર કરાવતા અનુભવી અને લાયકાતયુક્ત શિક્ષકો એજ છે વિનાયકની ઓળખ.
સુવિધાથી સજ્જને ટેક્નોલૉજી યુક્ત છે, અમારી વિનાયક
સ્માર્ટ કલાસને કમ્પ્યુટર લેબથી દુનિયા સાથે તાલમેલ કરે વિનાયક
વિનાયકોત્સવ ને સ્કિલ કાર્નિવલ થી વિનાયકની એક આગવી ઓળખ, સમર કેમ્પ થી લઈ સમાજની મુલાકાત થી જીવંત શિક્ષણ આપે છે.
જેમાં શાળાના બાળકો સાથે વડિયાની અન્ય શાળાના બાળકો, આજુબાજુના ગામડાના બાળકો તથા ગુજરાતનાં ઘણા જિલ્લા માંથી બાળકોએ સમયનો સદઉપયોગ કરી નવીન રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
માટે ગમે તેવી આફત વિનાયક તત્પર છે. પહોચી વળવા હંમેશને કાજ..
આ એક એવી વિનાયક જ્યાં શિક્ષણ સાધના છે. જ્યાં પરીક્ષા એક ઉત્સવ છે.
ફક્ત શાળા કક્ષાએ નહીં..શાળા બહાર પણ પ્રસરેલ છે. કિર્તિ એ સાઇરામ સાહેબ સાથે બાળગીત હોય કે કલામહાકુંભના રાસ, કથ્થક, ડ્રામા હોય..
વિનાયક એટલે એક આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી, આદર્શ શિક્ષક, આદર્શ વાલી ને એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરતું કેળવણી મંદિર
તો આવો મુલાકાત લો શ્રી વિનાયક વિદ્યા મંદિરની ને જાણો આ જ્ઞાન મંદિરની અર્ચના મારીને તમારી જ નહીં આપણી વિનાયક આપની એક મુલાકાત એજ અમારી સાચી ઓળખ.
આમ તો લિસ્ટ ખૂબ જ લાંબુ છે. પણ એક વાત તમને ચોક્કસ કહીશ કે અમારી સ્કૂલનો પ્રતિયેક બાળક ખાસ અને દરેક બાળકમાં એક હિડન ટેલેન્ટ છુપાયેલુ હોય છે. અને એ ઓળખવાનું કામ અમારી શાળાના સ્થાપક શિક્ષક શ્રી ઈન્દ્રરાજ સર કરે છે.
આખા વર્ષ દરમિયાન અમને શાળા પરિવાર, અમારા માતા-પિતા તેમજ સમાજના લોકો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
બાળપણ નું બીજું નામ છે આનંદ...
જ્યાં શિક્ષણ ઉત્સવ છે.
જ્યાં હસતાં-રમતાં, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય.
જ્યાં બાળક રવિવારે અને રજાના દિવસે પણ શાળાએ જવાની જીદ કરે.
જ્યાં બાળકને હસતાં મુખે શાળાએ આવવાનું મન થાય.
જ્યાં સંસ્કાર, સ્વાસ્થય , શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ .
જ્યાં ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના...
જ્યાં બાળકને શાળાએથી ઘરે જવાનું અઘરું પડે...
જ્યાં માતા-પિતા અને બાળકોના સ્વપનો સાકર કરતી શાળા...
ટૂંકમાં, માતા-પિતા અને બાળકની પોતાની પસંદગીની શાળા.
“ બાળક જે દિવસે શાળાએ જવા માટે જીદ કરે ત્યારે સમજવું કે શિક્ષકે માતાનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે.”
ROLE PLAY BASED LEARING
સ્કૂલમાં સંપ અને સહકારની ભાવના
DANCING THERAPY BEFORE & AFTER EXAMS
આ છે અમારા ઇન્દ્રરાજ સર જે અમને પ્રેમ આપે છે. જે પોતે પ્રાર્થના પ્રીતિ કાર્યક્રમમાં દરરોજ નવો વિચાર અને કલાસમાં આવી અમને વિઝન બોર્ડ અને મિશન બોર્ડ થી જીવન જીવવાની કળા શીખવે છે. હું જ મારા ભાગ્યનો વિધાતા છું.,બનો આદર્શ વિદ્યાર્થી નંબર વન .....
• વર્ષ 2020-21 ના શૈક્ષણિક સત્ર થી શાળાના પહેલા દિવસે જ પૈસા ની બચત વિષે માહિતી આપવામાં આવશે. જેનાથી અમે બચત કરવાનું શિખીએ. અને વર્ષના અંતે એ ભેગા કરેલ પૈસા જરૂરિયાત મંદ વાળા લોકોની સેવા કરવામાં વાપરીશું.
• અમારા જન્મદિવસે અમે વિનાયકમાં ચોકલેટ અને કેક માં પૈસા નથી બગાડતાં... એના બદલે અમે અમારા કલાસના બાળકોને પેન,નોટબુક,પેન્સિલ જેવી વસ્તુઓ આપી કઈક દેવાની ભાવના ઉત્પન કરીએ છીએ. અને વર્ષ 2020-21 ના શૈક્ષણિક સત્ર થી એ પૈસા દિવ્યાંગ છોકરીઓની સંસ્થામાં મદદ કરીશું.
• જેમ એક ખેડૂત એક જગ્યા એ ખેતી કરે છે અને સારો પાક લાવે છે, તેવી રીતે દરેક માતપિતા એ એમના બાળકને વર્ષે વર્ષે સ્કૂલ બદલ્યા સિવાય કોઈપણ સ્કૂલમાં એકધારો અભ્યાસ કરાવવો જોઈએ. અને બાળકનો વિકાસ ઘરના અને સ્કૂલના વાતાવરણ ઉપર આધાર રાખે છે. તો અને તો જ બાળકની પ્રગતિ છે.
• બાલમંદિરના બાળકો માટે અમારી વિનાયક જાણે સ્વર્ગ સમાન છે. કલાસ રૂમમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા રાઉન્ડ આકારમાં છે. કારણ કે અમારા મનમાં આગળ પાછળ ના ભાવો બહાર કાઢીને અમને એક સમાન બનાવે છે.
• બેલ ના બદલે મ્યુઝિક થેરાપીનો અદભૂત પ્રયોગ જેમાં ભાષાના કાવ્યો,ગીતો,ફોક, કલાસિકલ વગેરે ટોન વગાડવામાં આવે છે. સંગીત સાંભળવાથી અમે જરા પણ ટેન્શનમાં આવતા નથી.
• ACTIVITY BASED LEARNING
• જોવો બાલમંદિર ના બાળકો સ્કૂલમાં કેવી કેવી પ્રવૃતિઓ કરે છે.
• ધોરણ 1 થી 12 JOYFUL LEARNING ની સાથે સાથે જુદી જુદી ACTIVITY થી અમે અહી LEARN WITH FUN નો આનંદ મેળવીએ છીએ. બનો વિદ્યાર્થી નંબર વન.
• ગુજરાતી મીડિયમની શાળામાં અમે પ્લે હાઉસ થી જ ઇંગ્લિસ શિખીએ છીએ. ધોરણ-6 થી લેંગ્વેઝ લેબ નો ઉપયોગ કરીએ છીએ.
• વડિયા તથા આજુબાજુના ગામડાઓ માટે વાહનની સુવિધા અને જે માતાપિતા પોતાના બાળકોને ઘરે અભ્યાસ માટે સમય નથી આપી શકતા તેવા બાળકો માટે ડે સ્કૂલની વ્યવસ્થા (સમય : 8 થી 4)
• અમારી શાળામાં પ્લે હાઉસ થી ધોરણ-12 સુધી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. અને તેમાં ઇ-લર્નિંગ , ન્યૂઝ પેપર રીડિંગ , પ્રોજેકટ વર્ક જેવી તમામ પ્રવૃતિઓ કે જે બાળકને ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એ રીતનું લેટેસ્ટ શિક્ષણ કાર્ય.
• હું તમને એક વાત કહું કે મને સૌથી વધુ મઝા SKILL DEVELOPMENT ના કલાસમાં આવે છે. કારણ કે દુનિયામાં જન્મેલા દરેક બાળકમાં કાંઈક ને કાંઈક વિશેષતા જરૂર હોય છે. માટે એ કલાસમાં મને જે પ્રવૃતિમાં રસ છે ત્યાં જ હું જાવ છું.
અમારી શાળાના બાળકો દરેક ભાષાનું જ્ઞાન મળે તે માટે ઈન્દ્રરાજ સરે અમારા માટે દરેક વાર મુજબ અલગ અલગ પ્રાર્થનાનું ચાર ભાષામાં આયોજન કરેલ છે. અને એ સંગીતમય પ્રાર્થના દ્વારા અમે અમારા દિવસની શુભ શરૂઆત કરીએ છીએ.
અમારી લેંગ્વેઝ લેબ અમને Spoken English ના બાદશાહ બનાવે છે.
વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે દરેક વાલી એવું વિચારે છે કે એમનો બાળક GPSC,UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય સાચું ને ???તો વિનાયકમાં ધોરણ-એલ કે જી થી અમારા માટે COMPETATIVE EXAM ની પેપર સ્ટાઈલ મુજબ હોય છે.......અને સરપ્રાઈઝ EXAM લેવામાં આવે છે.
True education without burden...
અમારી શાળાનું વિઝન છે કે દરેક વિદ્યાર્થી પાયાનું શિક્ષણ સારી રીતે મેળવે. (LSRW)
અમોને પાયાથી જ જવાહર નવોદય,બાલાચડી પ્રવેશ પરિક્ષાની તૈયારી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
સ્કૂલ બિલ્ડીંગ શિક્ષણના વાતાવરણ ને અનુરૂપ અને તમામ ભૌતિક સુવિધાથી સજ્જ
FOS ….એક્ષપર્ટ વ્યકિતઓની શાળામાં મુલાકાત ગોઠવામાં આવે છે. અને ઈન્દ્રરાજસર આવી એક્ષપર્ટ વ્યકિતઓને મળ્યા હોય ત્યારે મુલાકાત દરમિયાન જે ચર્ચા થઈ હોય તે વાતો અમારા સુધી શેર કરે છે. જેનાથી અમને અમારા રોલ મોડેલ બનાવમાં મદદ કરે છે.
મારી વિનાયકમાં એક એવું મેઘધનુષ્ય છે. જેમાં માત્ર સાત નહીં સેકડો રંગ છે.
બેંચીઝ, પ્રાર્થના હૉલ, રમતગમતનું મેદાન તો ખરું.......
બાળકોને પીટીસી, બીએડ, બીએસસી,એંજિનિયરિંગ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો અભ્યાસ કરાવે છે. અને અમારા ઇન્દ્રરાજ સર સાઈકોલોજીથી વેલ ટ્રેઇન્ડ ટીચર્સ ની પૂરી ટિમ, બાળકોને હદય થી સમજે અને પ્રેમ થી ભણાવે એ રીતનું વાતાવરણ અને સમયાંતરે ટ્રેનીંગ.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અને ધ્વજવંદન નાના નાના ભૂલકાઓ, શિક્ષકોને ભણાવેલા ગુરૂજનો, અને આર્મીમેન ના વરદ હસ્તે કરાવવામાં આવે છે.
એજયુકેશનલ ટુર અને વિઝિટ..
વાલી મિટિંગ દ્વારા વાલીઓ સાથે સતત સંપર્ક રાખી વ્યક્તિગત દેખરેખ રાખી સર્વાંગી વિકાસ
અમે પણ સ્માર્ટ, અમારા માતપિતા પણ સ્માર્ટ અને અમારી વિનાયક પણ સ્માર્ટ ...
WEEK CELEBRATE ...
નો જંક ફૂડ વીક માં શાળાની લેશન ડાયરી મુજબ જ નાસ્તો લાવીએ છીએ.
નો ગુસ્સે વીક, નો મોબાઈલ ગેમ વીક માં અમે મોબાઈલ થી દૂર રહેતા શીખ્યા અને ટેક્નોલૉજી નો વિવેકપૂર્વક કેમ કરવો તે શીખ્યા.
DAY CELEBRATE.......15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, નવરાત્રી મહોત્સવ, શિક્ષકદિન, રક્ષાબંધન, બાળદિન, પતંગ ઉત્સવ, માતૃભાષા દિન, સાયન્સ ફેર, યોગ દિવસ, ગણેશ ઉત્સવ, દિવાળી સેલિબ્રેશન, વેશભૂષા સ્પર્ધા, કારીગરના મેળો, હોળી ધૂળેટી, વકતૃત્વ, સુલેખન, સ્પોર્ટ્સ ડે, નિબંધ લેખન, વાર્ષિક ઉત્સવ વગેરે....
અમારા પ્રાર્થના પ્રીતિ કાર્યક્રમ હોય કે કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ માં બધા બાળકો ભાગ લે છે. કારણ કે અહી પ્રત્યેક વિદ્યાર્થી મહત્વ પૂર્ણ છે.
અમારે અહી ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી ભાષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કોઈને હરાવીને જીતતા નહીં પરંતુ બધાની સાથે રહીને જીવવાનું શીખવવામાં આવે છે. અને એક સાચા આદર્શ ભારતીય બનવાની શીખ આપવામાં આવે છે.
જે ભાષામાં વિદ્યાર્થી વિચારે છે એ જ ભાષામાં તે મહતમ શીખી શકે છે. અંગ્રેજી આ યુગની અનિવાર્ય જરૂરિયાત છે તેને અવગણી શકાય જ નહીં. ઉચ્ચ અભ્યાસમાં અંગ્રેજીની સમજણ ખૂબ જ જરૂરી છે. ઘરમાં ગુજરાતી વાતાવરણ અને સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ આ બંને વચ્ચે વિદ્યાર્થી માનસિક રીતે પીસાતો હોય છે.
અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન માતૃભાષા છે.
તમારા ઘરમાં જે ભાષા બોલાતી હોય તે ભાષામાં આપના બાળકને બાર ધોરણ સુધીનું શિક્ષણ અપાય અને ત્યારબાદ કોઈપણ ભાષામાં શિક્ષણ અપાય.
બાળકને માતૃભાષામાં ઉછરવા દો, તે બા –દાદા સાથે છૂટથી વાત કરી શકે.
મહાપુરુષો અને વિદ્વાનો માતૃભાષામાં ભણીને જ સફળ થયા છે.
ખાનદાની, ખુમારી, સંસ્કાર અને કોઠા સૂઝ માતૃભાષામાંથી જ મળે છે.
ન ધરા સુધી, ન ગગન સુધી, અમારે તો પહોચવું છે, બસ બાળક ના મન સુધી... ભારતનું ભવિષ્ય બાળકો છે. બાળકોનું ભવિષ્ય શિક્ષણ છે.
• એક જ માહિનામાં તેના વર્તનમાં સકારાત્મક પરિવર્તનની જવાબદારી.
• તેના શિક્ષણ સાથે સ્વાસ્થ્ય, સંસ્કાર, સ્કિલ વિકસાવવાની જવાબદારી.
• આ હરિફાઇના યુગમાં પાછો ન પડે તેની જવાબદારી.
• LSRW, શ્રવણ, કથન, વાંચન અને લેખન ચારેય કૌશલ્યો એક સરખા ખિલવવાની જવાબદારી.
• તેનામાં રહેલી શક્તિઓને ઓળખી તેને ઉતમ રીતે બહાર લાવી સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી.
• તેને ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનવાવની જવાબદારી.
• તે પોતે સ્વનિર્ભર બને અને બધાનું ભારણ પોષણ કરી શકે તેવો સક્ષમ બનાવવાની જવાબદારી.
• માત્ર ભણે જ નહીં સાચું ગણતર અને ઘડતર મેળવે તેની જવાબદારી.
આદરણીય માતાપિતા,
વર્તમાન સમયે આપના બાળકના ઘણા પ્રશ્નો, પ્રોબ્લેમો, મુશ્કેલીઓ છે. જેમ કે ભણતો નથી, યાદ રહેતું નથી, માનતો નથી મોબાઈલ મૂકતો નથી, આવા પ્રશ્નોનાં પ્રેક્ટિકલ ઉકેલ સુધારવાની ૧૦૦% ગેરંટી આપતી શાળા કે જ્યાં
• બાળકની ક્ષમતા ઓળખી અને મહાન બનવાના બીજ રોપવામાં આવે છે.
• ઉપદેશક નહીં પરંતુ સમગ્ર શાળા પરિવાર ઉદાહરણ બનીને શિક્ષણ આપવામાં આવે છે.
• બાળકોને માત્ર સાચવવા માટે નહીં પરંતુ બાળકોને પ્રેમ અને સમય આપવામાં આવે છે.
• બાળમાનસ ને સમજી અને સ્વીકારીને શિક્ષણ
• ક્વોટિટિ શિક્ષણ નહીં પંરતુ ક્વોલિટી શિક્ષણ
• બાળકને પરમ સત્ય સમજાવામાં આવે છે. તેવું શિક્ષણ
• બાળક તમારાથી કાઈ ન છુપાવે તેવું શિક્ષણ
• બાળક ઘરે, શાળામાં, આડોશી પાડોશી અને સમાજમાં સહકાર આપે તેવું શિક્ષણ
• બાળકને સજા ન કરવી પડે તેવું શિક્ષણ
• બાળક સ્વાવલંબી બને તેવું શિક્ષણ
• બાળકનો આત્મવિશ્વાસ વધે તેવું શિક્ષણ
• બાળક નિશ્ચિત લેબલ માંથી મુક્ત થાય તેવું શિક્ષણ
• શારીરિક વિકાસ, બૌધ્ધિક વિકાસ, માનસિક વિકાસ, અને આધ્યાત્મિક વિકાસ માર્ગદર્શન
• પર્સનલ કાઉન્સેલિંગ અને ફોલો-અપ
• અમે ફક્ત સ્વપ્ન નથી દેખાડતા પરિણામ લાવીએ છીએ.
:: સુવિધાઓ ::
શૈક્ષણિક વાતાવરણ વાળું સ્કૂલ બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા, વાહન સુવિધા, લાઈબ્રેરી, સ્વચ્છ પીવાનું પાણી, રમતગમત નું મેદાન, કમ્પ્યુટર લેબ, સંગીતના સાધનો, ગુડ મેનેજમેંટ ટિમ , સંચાલકો એજ શિક્ષકો , પી ટી સી, બી એડ વાળા પ્રેમાળ શિક્ષકોની ટિમ
સ્માર્ટ કલાસ, ઓનલાઈન કલાસ, બાયસેગ, ઇ સેન્સ , મેડિકલ કીટ, ફાયર કીટ, ટિચર્સ ટ્રેનિંગ
:: અમારી શાળાનું મિશન ::
શાળા દ્વારા આદર્શ વિદ્યાર્થી, આદર્શ નાગરિકનું નિર્માણ કરવું.
શિક્ષણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત અને સ્વાસ્થ્ય નો ત્રિવેણી સંગમ બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતોને ઓળખી બહાર લાવવી. દુનિયાના દરેક ખૂણે આગવી હકારાત્મક ઓળખ કરવી.
એક એવું અનોખુ શાળા મંદિર કે જ્યાં વૈદિક અને મનોવૈજ્ઞાનિક રીતે 7 ચક્ર સંતુલન, બ્રેઇન ડેવેલપમેન્ટ એક્ટિવિટી, PQ, IQ, EQ, SQ, સર્વાંગી વિકાસ અને પ્રેમ+સ્કીલ+ધીરજ સાથે સાચી કેળવણી શિક્ષણ...
અમારું વિઝન : આદર્શ બાળક ...આદર્શ કુટુંબ...આદર્શ શાળા...આદર્શ ગામ..આદર્શ ભારત... આદર્શ વિશ્વ.
અમારું મિશન : શિક્ષણ -કેળવણી અને પેરેન્ટીંગ તેમજ ગર્ભ સંસ્કરના વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્યને દુનિયાના દરેક માતા-પિતા સુધી પહોચાડવું
અમારું ધ્યેય : સંતાન/બાળક/વિદ્યાર્થી પણ ખુશ રહે ..
માતા પિતા/ગુરુજી શિક્ષક પણ ખુશ રહે.. બંને વચ્ચેનો પ્રેમ વધતો રહે..
દર એક ક્ષેત્રમાં સંતાન/બાળક/વિદ્યાર્થી સફળ રહે..
અમે માતા પિતા અને શિક્ષકને ઉતમ બનાવીએ છીએ. સંતાન/બાળક/વિદ્યાર્થી આપમેળે ઉતમ બની જાય છે.
આદરણીય વાલીશ્રી,
જો તમને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જરાપણ ચિંતા હોય તો વિશ્વાસ રાખો.
અમારી વિનાયક વિદ્યા મંદિર જ તમારું સાચું લક્ષ્ય છે.
એડમિશન માટેનો સમય: સવારે 09:00 થી 12:30 અને બપોરે 02.30 થી 4.30
વધુ માહિતી મેળવવા માટે માતા –પિતા અને બાળકે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી.. અથવા વધુ માહિતી માટે સંપર્ક નંબર : 9904100795