સ્થાપના - ૧૯૮૫.
રાવલ એન્ડ કંપની
પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડીઝાઇન એટર્ની એડવોકેટ એન્ડ નોટરી
Intellectual Property & Information Technology Law House
હેડ ઓફીસ : એ - ૧, પહેલો માળ, સત્યમેવ - ૧, ગુજરાત હાઇકોર્ટોની સામે, એસ. જી. રોડ, સોલા, અમદાવાદ -૩૮૦૦૬૦.
બ્રાન્ચ ઓફીસ : ૪૦૩, ચોથો માળ, સ્પેક્ટ્રમ કોમ. સેન્ટર, રીલીફ સીનેમા પાછળ, જી. પી. ઓ. રોડ, અમદાવાદ -૩૮૦૦૦૧.
મોબાઇલ -૮૦૦૦૮૭૦૮૮૮
Visit us at : www.trademarkindia.co.in
વ્યાપારીઓ, સર્વીસ પ્રોવાઇડરો, ઉધોગપતિઓ, કળાકારો તથા સંશોધનકારોને કાયદાકીય સ્વરુપે આપવામાં આવતી સવલતો સલામતીઓ.
સામાન્ય રીતે દરેક વ્યક્તિઓ પોતાની મિલ્કતના રક્ષણ બાબતે સજાગ હોય છે, ભારતમાં ઉપર દર્શાવ્યા મુજબની વ્યકિતઓને તેઓની જંગમ મિલ્કતોના રક્ષણ માટે સંસદે નીચે પ્રમાણેના કાયદાઓ અમલમાં મુકયા છે.
ટ્રેડમાર્ક એક્ટ
આ કાયદા હેઠળ વ્યાપાર ચિન્હો ટ્રેડમાર્ક તથા સેવા ચિન્હો સર્વિસ માર્ક ને એક સંપત્તી તરીકે રક્ષણ આપવામાં આવ્યુ છે, ટ્રેડમાર્કે એટલે એવું ચિન્હ સંજ્ઞા આકૃતિ કે જેના ધ્વારા માલ સેવા અને માલીક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપીત થાય ટ્રેડમાર્ક તથા સર્વિસમાર્કનું રજીસ્ટ્રેશન ધી ૨જીસ્ટ્રાર ઓફ ટ્રેડમાર્કે શ્રી કરે છે. રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત નથી પરંતુ હિતાવહ છે કારણ કે ૨જીસ્ટ્રેશન માલીકી અંગેનો પ્રથમ દર્શનીય પુરાવો છે, રજીસ્ટર્ડે કે અનરજીસ્ટર્ડે ટ્રેડમાર્કે અથવા સર્વિસમાકૅ નો માલિક પોતાના માર્કો ને મળતો કે ભળતો માર્કો વાપરતા અન્ય વ્યકિતને કાયદાકીય રીતે રોકી શકે છે, અને તેનાથી થયેલ નુકશાન વળતર પણ મેળવી શકે છે, અન્ય વેપારી ઉત્પાદક સામે ફોજદારી રાહે પણ આ રીતના પોતાના ટ્રેડમાર્કે યા સર્વિસમાર્ક ના અધિકાર ભંગ અંગે કાર્યવાહી કરાવી શકે છે.
ટ્રેડમાર્ક તથા સર્વિસમાર્ક ને તેના વપરાશના આધારે જુદા જુદા વર્ગોમાં વહેંચીનાંખવામાં આવેલ છે, સામાન્ય રીતે જો કોઇ વાંધો કે વિરોધ ન ઉઠાવવામાં આવે તો ટ્રેડમાર્ક તથા સર્વિસમાă ની કાયૅવાહી પુરી થતા લગભગ દોઢ થી બે વષૅનો સમય થાય છે, ટ્રેડમાર્ક તથા સર્વિસમાર્કનું રજીસ્ટ્રેશન દસ વષૅના સમય માટે કરવામાં આવે છે અને જો ટ્રેડમાર્ક અથવા સર્વિસમાર્ક નો વપરાશ ચાલુ રાખવાનો હોય તો દર દસ વષૅ રીન્યુ કરાવી શકાય છે.
પેટન્ટ એકર
આ કાયદા અન્વયે લોકોપયોગી સંશોધનોને કાયદાકીય રક્ષણ આપવામાં આવેલ છે, પેટન્ટ અંગેનાં અધિકારો પ્રપ્ત કરવા કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ એન્ડ ડીઝાઇન શ્રી ને અરજી કરવાની રહે છે.
આ કાયદા અન્વયે મળતા અધિકાર અન્વયે સંશોધનકર્તા ને અરજી કર્યાની તારીખથી ૨૦ વષૅના સમય માટે એકાધિકાર પ્રાપ્ત થાય છે, સામાન્ય રીતે લોકોપયોગી શોધખોળ માટે આવો એકાધિકાર મેળવી શકાય છે, દર વર્ષે પેટન્ટ રીન્યુ કરાવવું જરુરી છે, આ એકાધિકાર મળેથી આ શોધખોળના સિધ્ધાંતો વગેરેની નકલ કરનાર સામે સંશોધનકતૉ કાયદાકીય કાયૅવાહી અને નુકશાન વળતર મેળવી શકે છે અથવા ફરિયાદ કરી અને તેણે મેળવેલ એકાધિકારના ભંગ બાબતે ફોજદારી કાર્યવાહી પણ કરી શકે છે.
કોપીરાઇટ એક્ટ
કોપીરાઇટ એકટ અન્વયે લેખકો, કળાકારો, ફોટોગ્રાફરો, સંગીતકાર, ગાયક, કોમ્યુટર પ્રોગ્રામ, ઇત્યાદીને રક્ષણ આપવામાં આવેલ છે, આ અધિકારો તેના મૂળ માલીકનાં મરણ પછી પણ નિર્દીષ્ટ કરેલ સમય સુધી મળે છે, આ અધિકારો મેળવવા માટે ધી રજીસ્ટ્રાર ઓફ કોપીરાઇટ શ્રી ને અરજી કરવાની રહે છે.
આમ આપણાં દેશમાં વ્યાપારીઓ, સર્વિસ પ્રવાઇડરો, ઉત્પાદકો, સંશોધનકારો, કળાકારો વગેરેને ઉપર દર્શાવ્યા મુજબના જુદા જુદા કાયદાઓ અન્વયે રક્ષણ આપવામાં આવેલ છે.
https://eprofile.brands.live/raval_co