RK ONLINE SERVICE

TO:-PAREWALA TA:-JASDAN DIST:-RAJKOT PIN:-360025
[email protected]
7046972761
7046972761

About Us

Company Name : RK ONLINE SERVICE
દરેક પ્રકારના ઓનલાઈન
ફોર્મ ભરી આપવામાં આવશે.

તમામ સરકારી, અર્ધસરકારી
અને પ્રાઈવેટ કંપનીઓની સેવાઓ
તેમજ તમામ પ્રકારના ઓનલાઈન
કામ કરી આપવામાં આવશે.

આધારકાર્ડ, ચુટણીકાર્ડ,
પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ,
આવાસ યોજના ફોર્મ, ખેતીવાડીના ફોર્મ,
વિદ્યાર્થીઓની સહાય ફોર્મ વેગેરે સેવાઓ..

ઝેરોક્ષ/ સ્કેનિંગ, લેમીનેશન PVC કાર્ડ,
કલર પ્રિન્ટ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ ડાઉનલોડ,
ખોવાયેલ આધારકાર્ડ / પાનકાર્ડ મેળવવા માટે,
નવા પાનકાર્ડ, પાસપોર્ટ, લાઇટબીલ, મેરેજ સર્ટિફિકેટ
ખોવાયેલ ધોરણ ૧૦/૧૨ની માર્કશીટ મેળવવા માટે...

RK પાસપોર્ટ સેવા કેન્દ્ર
નવા પાસપોર્ટ - પાસપોર્ટ રિન્યુઅલ માટે મળો..
જસદણનાગરિકો માટે હવે પાસપોર્ટ મળવુ થયુ સહેલુ...
હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અમદાવાદ કે રાજકોટ જવાની જરૂર નથી...

ઓછા દિવસોમાં જ વેરીફિકેશન

જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ / ચુટણીકાર્ડ
બર્થ સર્ટીફીકેટ


ઈ-શ્રમ કાર્ડ: રજિસ્ટ્રેશન માટે આવકની નથી કોઈ મર્યાદા, પરંતુ આ કારીગરોને નહીં મળે ફાયદો

અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. સરકાર આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરનારા શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે.

હાઈલાઈટ્સ:

• ઈ-શ્રમ કાર્ડમાં 12 આંકડાનો યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે યુએએન હશે. આ કાર્ડ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ માન્ય રહેશે.

• ઈપીએફઓ કે ઈએસઆઈસીના મેમ્બર ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નહીં કરી શકે.

• ઈ કાર્ડ માટે 16થી 59 વર્ષનો કોઈપણ શખસ રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને તે તદ્દન ફ્રી છે.

નવી દિલ્હી: અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. તેનાથી અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ શ્રમિકોને ફાયદો થશે. સરકાર આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરનારા શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની મદદથી રજિસ્ટર્ડ શ્રમિક દેશમાં ક્યાંય પણ, ગમે ત્યારે જુદી-જુદી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ શકશે.

કાર્ડમાં હશે 12 આંકડાનો યુએએન
ઈ-શ્રમ કાર્ડમાં 12 આંકડાનો યુનિવર્સલ અકાઉન્ટ નબર એટલે કે યુએએન હશે. આ કાર્ડ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ માન્ય રહેશે. યુએએન નંબર એક સ્થાયી નંબર હશે, એટલે કે, એક વખત અપાયા બાદ, તે બદલાશે નહીં. ઈ-શ્રમ કાર્ડ જીવનભર માન્ય છે. જેથી તેના રિન્યુએલની કોઈ જરૂર નથી. શ્રમિક નિયમિત રીતે પોતાની માહિત, મોબાઈલ નંબર, વર્તમાન સરનામું વગેરે અપડેટ કરી શકે છે. પોતાના ખાતાને સક્રિય રાખવા માટે, વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પોતાનું ખાતું અપડેટ કરવું જરૂરી છે. ઈ-શ્રમ પોર્ટલ પર જઈને કે સીએમસીના માધ્યમથી શ્રમિક પોતાની માહિત અપડેટ કરી શકે છે. અપડેટ કરી શકાતી ડિટેલ્સમાં મોબાઈલ નંબર, હાલનું સરનામું, વ્યવસાય, શૈક્ષણિક યોગ્યતા, કૌશલ્યનો પ્રકાર, પરિવારની માહિતી વગેરે સામેલ છે.

આ લોકો નહીં લઈ શકે ઈ-શ્રમ કાર્ડ
ઈ-શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રના કારીગરો માટે છે. જેથી ઈપીએફઓ કે ઈએસઆઈસીના મેમ્બર ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નહીં કરી શકે. કોઈપણ કારીગર જે ગૃહ આધારિત કારીગર, સેલ્ફ એમ્પ્લોયડ કારીગર કે અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત વેતન મેળવતો કારીગર છે અને ઈએસઆઈસી કે ઈપીએફઓનો સભ્ય નથી, તેને અસંગઠિત કારીગર કહેવાય છે. અસંગઠિત ક્ષેત્રમાં એવા વ્યવસાયો/એકમો સામેલ છે જે વસ્તુઓ/સેવાઓના ઉત્પાદન/વેચાણ વગેરેનું કામ કરે છે અને 10થી ઓછા કારીગરો રાખે છે. આ એકમો ઈએમઆઈસી અને ઈપીએફઓ અંતર્ગત કવર નથી. અસંગઠિત કારીગર તરીકે ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે આવકનો કોઈ માપદંડ નથી. જોકે, તે ટેક્સપેયર ન હોવો જોઈએ.

રજિસ્ટ્રેશન છે ફ્રી
ઈ કાર્ડ માટે 16થી 59 વર્ષનો કોઈપણ શખસ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કારીગર પોતે  કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર જઈને કરાવી શકે છે.


કયા દસ્તાવેજ જરૂરી
પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે વર્કર્સએ નામ, વ્યવસાય, સરનામું, શૈક્ષણિક યોગ્યતા, સ્કિલ જેવી જાણકારી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે આધાર નંબર નાખતા જ ત્યાંના ડેટા બેઝ સાથે કારીગરની બધી માહિતી જાતે જ પોર્ટલમાં જોવા મળશે. વ્યક્તિએ બાકીની જરૂરી જાણકારીઓ ભરવાની રહેશે. કારીગર દ્વારા ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે આધારનો નંબર, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, બેંક ખાતાની જરૂર પડશે. જો કોઈની પાસે આધારથી લિંક મોબાઈલ નંબર નથી તો, તે નજીકના સીએસસી પર જઈ શકે છે અને બાયોમેટ્રિક માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકે છે.

2 લાખનો વીમો
ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ શ્રમિકને 2 લાખ રૂપિયાનો અકસ્માત વિમા કવર અપાશે. પોર્ટલ પર રજિસ્ડર્ડ શ્રમિક જો અકસ્માતનો ભોગ બને છે તો મૃત્યુ કે પછી પૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં 2 લાખ રૂપિયા અપાશે. તો, જો શ્રમિક આશંકિ રીતે વિકલાંગ થાય છે તો વીમા યોજના અંતર્ગત તે એક લાખ રૂપિયાનો હકદાર હશે.

શ્રમિકનું મૃત્યુ થવા પર કઈ પ્રોસેસ ફોલો કરવાની રહેશે
રજિસ્ટર્ડ કારીગરનું મૃત્યુ થવાની સ્થિતિમાં કારીગરના નોમિની બનાવાયેલા વ્યક્તિ કે પરિવારના સભ્યએ સંબંધિત દસ્તાવેજોની સાથે ઈ-શ્રમ પોર્ટલ/સીએસસી પર દાવો કરવાનો રહેશે. તે પોતાની સંબંધિત બેંકો સાથે સંપર્ક કરી શકે છે. 60 વર્ષની ઉંમર પછી કારીગરે કોઈ કાર્યવાહીની જરૂર નથી. ઈ-શ્રમ પરિયોજના અંતર્ગત તેને સત્તાવાર લાભ મળતો રહેશે.

Services

પાનકાર્ડ

પાન કાર્ડ કાઢી આપીશુ.

Price: ₹250 ₹300

ઈ શ્રમ કાર્ડ

ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન કરી આપવામા આવશે તદન ફ્રી ફ્રી ફ્રી....

Price: ₹0

Payment

Feedback

Enquiry Form